"આજનો સમય પરિવર્તનનો સમય છે. આજે વિશ્વ ગ્લોબલ વિલેજ બન્યું છે. માહિતીનો બહોળો પ્રચાર પ્રસાર અને નવીન ડિજિટલ ટેકનોલોજીએ દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું છે. શિક્ષણમાં ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ એ શિક્ષણમાં આવેલ અદ્યતન ક્રાંતિ છે ત્યારે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને ‘સમગ્ર શિક્ષા’ પ્રોજેક્ટ વિભાગની કચેરી દ્ધારા ટેકનોલોજીને અપનાવીને એક નવીન પહેલ આરંભી છે. અમારી ................................ નામની નવી વેબસાઈટનો પ્રારંભ કરતાં અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ. મીડિયા ફક્ત સંચાર નથી, પણ તે સર્જક પણ છે. તે ફક્ત કોઈ ઉપકરણ કે પ્રત્યાયનનું માધ્યમ નથી, તે પરિવર્તનનું શસ્ત્ર પણ છે. અમારી વેબસાઈટના માધ્યમ થકી શિક્ષણના નૂતન પ્રવાહો, માધ્યમો, અગત્યના પરિપત્રો, સમગ્ર શિક્ષા વિભાગની મહત્વાકાંક્ષી યોજનાઓનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણની આનુસંગિક માહિતીઓ અધ્યતન ટેકનોલોજીના માધ્યમ થકી માહિતી આંગળીનાં ટેરવે મળતી રહે એવો પ્રયાસ આદર્યો છે. આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત વેબસાઈટ બનાવવાનું અમારો આ સેવાલક્ષી પ્રકલ્પ છે. સકારાત્મક સૂચનો, અભિપ્રાયો આવકાર્ય છે. આ વેબસાઈટ તૈયાર કરવા નામી-અનામી, પ્રત્યક્ષ-પરોક્ષ સહકાર આપી મદદરૂપ બન્યા છે તમામનો અંત:કરણપૂર્વક આભાર માનું છું"