આણંદએ ગુજરાત રાજ્યનું એક શહેર છે, જે ભારતની દૂધ રાજધાની (મિલ્ક સિટી) તરીકે ઓળખવામાં આવે છે ઉપરાંત આણંદને તેની સમૃદ્વ અને ઉપજાઉ ભૂમિને કારણે “ચરોતર” તરીકે ઓળખવામાં આવે છે. પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર વલ્ લભ વિદ્યાનગર પણ આણંદનું શૈક્ષણિક ઉપનગર છે. આણંદ કૃષિ યુનિવર્સીટી, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) જે ગુજરાત ની પ્રથમ એન્જિનિયરીગ કોલેજ છે જે અત્રેના જિલ્લામાં આવેલ છે. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગર માં સરદાર પટેલ યુનિવર્સીટી, CVM યુનિવર્સીટી પણ છે. ઈરમા(IRMA) અને NDDB જેવી સંસ્થા પણ જિલ્લાની શોભા સમાન છે. આમ આણંદને ગુજરાતના શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. "
આણંદનું અર્થતંત્ર ખૂબજ ગતિશીલ છે. જેમાં ખેતીથી લઈને મોટા પાયે ઉદ્યોગોના સમાવેશ થાય છે. મુખ્ય પાકોમાં તમાકુ અને કેળાનો સમાવેશ થાય છે. શાકભાજીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થાય છે. આણંદ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ જન્મભૂમિ રહી છે. ભારતી ય સ્વાતંત્ર્ય ચળવળમાં ભારતના મહાન નેતાઓમાંના એક ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઇ વિઠ્ઠલભાઈ પટેલ પણ આણંદના કરરમસદ નગરના જ પનોતા પુત્ર હતા. આ શહેરે ઘણા પ્રખ્યાત વ્યક્તિ નું નિર્માણ કરેલ છે. નામાંકિ ત ઇજનેર પૂજ્ય ભાઈકાકા અને કરમસદના જાણીતા શિક્ષણવિદશ્રી ભીખાભાઈની જોડી એ વિદ્યાનગર ની સ્થાપનામાં મુખ્ય ફાળો ભજવેલ હતો. ઉપરાંત ભારત ના ભૂતપૂર્વ નાણામંત્રી એચ.એમ.પટેલ, ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયન કે જેઓએ દૂધકાંતિ શક્ય બનાવી અને શ્રી હરી શ દવે પ્રખ્યાત ગુજરાતી કવિ પણ આણંદના જ હતા.
જિલ્લાનું પ્રાથમિક શિક્ષણનું માળખુ જોતાં આણંદ જિલ્લાના ૮(આઠ) તાલુકામાં ૨૪ બીટ છે. તેમજ ૧૦૩ પગાર કેન્દ્રો આવેલા છે. ૮(આઠ) બી.આર.સી. કેન્દ્રો અને ૧૦૭ સી.આર.સી. કેન્દ્રો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં કુલ ૯૮૯ શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ આવેલી છે. આણંદ જિલ્લામાં શિક્ષણ સમિતિ સમાવિષ્ટ શાળાઓમાં બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના 171750 બાળકો, 5783 શિક્ષકો અને 257 HTAT આચાર્યો કાર્યરત છે.
36+ District
54+ BRC
48+ CRC
48+ SCHOOL